Pages

Opera Mini Browser માં Bitmap Font Enable કેવી રીતે કરશો ?

ઘણાં મોબાઇલ (દા.ત. Nokia 5233,c5)માં તમે ફેસબુક માં લખેલા ગુજરાતી ફોન્ટ કે અન્ય કોઇપણ ગુજરાતી બ્લોગ કે વેબસાઇટ વાંચી શકતા નથી. તેનું solution એક જ છે કે
તમારા મોબાઇલ ના Opera Mini Browser માં Bitmap Font Enable કરો.

Opera Mini Browser માં Bitmap Font Enable કેવી રીતે કરશો ?

સ્ટેપ ૧ - તમારા મોબાઇલ નું Opera Mini Browser ઓપન કરી એડ્રેસ બાર માં www છેકી opera:config અથવા about:config ટાઇપ કરીને OK/Go બટન પ્રેસ કરો.

સ્ટેપ ૨ - હવે જે વિન્ડો ઓપન થાય તેમાં છેલ્લે થી બીજું ઓપ્શન User bitmap fonts for complex scripts માં No ને બદલે Yes સિલેક્ટ કરી Save બટન પ્રેસ કરો. બસ ! હવે તમે તમારા મોબાઇલ ના Opera Mini Browser માં ફેસબુક માં લખેલા ગુજરાતી ફોન્ટ કે અન્ય કોઇપણ ગુજરાતી બ્લોગ કે વેબસાઇટ વાંચી શકશો.


0 comments:

Post a Comment